તા. ૬ મે ના રવિવારે ગુજરાતી સમાજ ફિનલેન્ડ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની અવિસ્મરણીય ઉજવણી કરવામાં આવી
કાર્યક્રમની શરૂઆત બાળકો એ 'જય જય ગરવી ગુજરાત' ગીત ના જયઘોષથી કરી. ગુજરાત સ્થાપના દિવસ ના દિવસે ઈન્દુકાકા અને મહા ગુજરાત આંદોલન ને યાદ કરવા જ રહ્યા! ગુજરાત રાજ્ય ની સ્થાપનાના સંઘર્ષ ની ડોક્યુમેન્ટરી સૌ માટે પ્રેરણાદાયી રહી.
ત્યારબાદ વયસ્ક અને બાળકો માટે નાની પ્રશ્નોત્તરી દ્વારા આપણા ગુજરાત ના વિષય ને લગતા સામન્ય જ્ઞાન ને ખુબજ ગમ્મત સાથે માણ્યું.
ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી દરમ્યાન એક પ્રાસંગિક નાટક પણ ભજવાયું. બાળકો એ પોતાના અભિનય થી નાટ્ય સ્વરૂપે પાટણ ની પ્રભુતા , ગુજરાત નું ગૌરવ અને વર્લ્ડ યુનેસ્કો સાઈટ એવી 'રાણકી વાવ' ની સ્થાપના ની વાર્તા ની રજુવાત કરી. ખૂબજ ઓછા સમય દરમ્યાન બાળકો દ્વારા ખૂબ સુંદર નાટક નુ મંચન કરવા મા આવ્યું.
આ વર્ષે આપણે 'ઓપન માઈક' નો એક નવતર પ્રયોગ કરેલ. ઓપન માઇક દરમ્યાન દરેક વિજ્ઞાન, શ્વેત ક્રાંતિ, ગુજરાતી સાહિત્ય મા બિન ગુજરાતી દ્વારા યોગદાન , મુંબઈ શહેર ની સ્થાપના મા ગુજરાતી નુ યોગદાન વગેરે મુદ્દા ઓ પર વિચારો ની આપ લે થઈ.
નક્કી થયેલ કાર્યક્રમ પૂરો થયા પછી ખૂબ જ સ્વાદિષ્ટ એવા નાસ્તા અને મુક્ત પરિચય અને સ્નેહમિલન નો દોર ચાલ્યો. ગુજરાતી કાર્યક્રમમાં તો ગરબા ને કાયમી સભ્ય જેવું સ્થાન હોય ને! છુટ્ટા પડતા પહેલા સૌએ ગરબા ની રમઝટ બોલાવી.
ગુજરાત ના વારસા અને ખમીર ને વાગોળતા વાગોળતા ક્યાં દિવસ પૂરો થઈ ગયો તે ખબર જ ન પડી.
કારોબારી સમિતી ના દરેક સભ્યો ને સમગ્ર કાર્યક્રમ સફળ કરવા માટે જેટલા અભિનંદન પાઠવીએ તે ઓછા છે. આવતી પેઢી મા ગુજરાત ની અસ્મિતા ને આત્મસાત કરવાના આ ભગીરથ કાર્ય મા સર્વે જોડાનાર ને ખૂબ ખૂબ આભાર 🙏