દર વર્ષે ની જેમ આવર્ષે પણ જુલાઈ ના અંત માં ગુજરાતી સમાજ દ્વારા ઉનાળુ ઉજાણી (સમર પિકનિક) નું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા સમય પછી સૌ કોરાના માં બિલકુલ ઓછાડ વગર કાર્યક્રમ માં સંમલિત થયા હતા અને ફિનલેન્ડ માં વસતા ગુજરાતી પરિવારો ને મળવા અને સાથે આનંદ કરવા માટે નું એક નિમિત્ત આપ્યું.
ગુજરાતી સમાજના સ્વયંસેવકો અને કાર્યવાહક સમિતિ એ એક થી વધુ વાર ઓનલાઇન મળી અને સ્થળ પર જઈને અને સમય અંગેનું આયોજન જૂન મહિનાથી શરુ કરી દીધેલ. જુલાઈ મહિનો લગભગ આખા ફિનલેન્ડ માટે વેકેશનનો સમય ગણાય. બધા કુટુંબોનો અગાઉથી પ્લાન નક્કી થઇ જતો હોય તારીખ એ રીતે પસંદ કરવાની હતી જેથી શક્ય બને તેટલા વધારે પરિવારો સાથે મળી શકે તે માટે એક સર્વે યોજીને ૩૦ મી જુલાઈ ના દિવસ ની પસંદગી કરી હતી. સ્થળ માટે પણ ઘણા વિકલ્પો તપાસી એ જોઈ જવું પડે કે પાર્કિંગ પણ પૂરતું હોય અને સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટની રીતે પણ અનુકૂળ હોય. બાળકો અને મોટાઓ બધા ને મનગમતું કૈક મળી રહે અને સાથે સમૂહ માં રમવા મોટી જગ્યા પણ હોય. આજી વખતે સર્વે ને નવા સ્થળ પર ઉજાણી રાખવાનો આગ્રહ હોવાથી તાપીઓલા ના આસુકાસ પુઇસ્તો ની પસંદગી કરવામાં આવી હતી.
૩૦ મી જુલાઈ શનિવારના બપોરથી સહુ નક્કી કરેલ સમયે ઉજાણી ના સ્થળે પહોંચી ગયેલ. નવા તથા જૂના મીત્રો ને મળવાનો ઉમંગ સૌના ચહેરા પર જણાવી આવતો હતો. બાળકો માટે ઘણા બધા રમતગમના સાધનો , અને નવા નવા મિત્રો સાથે ઉજાણી સ્થળ તો બાળમાનસે સ્વર્ગ થી ઓછું જરાય નહોતું. સૌએ સાથે મળીને પતંગ ઉડવાની, ઊભી ખો, મારદડી, રામ રાવણ , ક્રિકેટ , જેવી નવી જૂની રમતો નો ભરપુર આનંદ માણ્યો. આ બધાં માં જ્યારે ગરમ ગરમ વડાપાઉં, ફ્રેન્ચ ફ્રાય જેવો નાસ્તો મળતા સોના માં સુગંધ મળી.
ગુજરાતી મળે અને ગરબા ના લેવાય તે કેમ બને! સૌ બહેનો સ્થળે મન ભરીને ગરબા રમવા ની આનંદ લીધો. સૂરજ આથમી રહ્યો હતો પણ હજુ ઉત્સાહ અકબંધ હતો ઢળતી સાંજે સૌ એ ડંબશેરાઝ રમીને સૌની વચ્ચે નું અંતર સદંતર ભૂષી નાખ્યું.
દિવસ પૂરો થતાં થતાં ફરી મળવા ન જોમ સાથે સૌ મોડી સાંજે છૂટા પડયા. ગુજરાતી સમાજ સર્વે સવાયસેવકો, ભાગ લેનાર મિત્રો નો ખૂબ ખૂબ આભાર માને છે અને આમ જ પરસ્પર સહકાર અને સક્રિય ભાગીદારી ની અપેક્ષા રાખે છે.